ભજન - મારા  હ્રદય મંદિરના શ્યામ - My Blog

Breaking

October 27, 2018

ભજન - મારા  હ્રદય મંદિરના શ્યામ


મારા  હ્રદય મંદિરના શ્યામ. સદગુરૂ  દયાળુ  દેવારામ
મારા પ્રાણ તણા આધાર....સદગુરૂ

સદગુરૂજી  સ્વરૂપ  તમારૂ. લાગે  અમને  બહુજ  પ્યારૂ
           આપ છો વિશ્વમા વસનાર....સદગુરૂ

ભવસાગર મહાજળ માહી. આપ વિના નહિ કોઈ સહાઇ
        તમે તારણ હારા શ્યામ....સદગુરૂ

દેહાધ્યાસની મોટી આટી. ગુચવાણી છે બહુજ ભારી
                   તમે છો સાર સમજાવન હાર....સદગુરૂ

મન વૃત્તિના દોર માહી. વાસનાએ જીવ રહયો બંધાઇ
            એમાંથી તમે છોડાવન હાર....સદગુરૂ

તારણ  હારૂ  નામ  તમારૂ.  બાવન   વિલાસથી  બારૂ
      ઘટોઘટમા ગરજન હાર....સદગુરૂ

આપે  છો  અંતરયામી. દાસ  જયંતિના છો  સ્વામી
          કરી હો કરૂણા ગુરૂ અપાર....સદગુરૂ

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...