ગાઓ ગાઓ હો ગુણીજન લોક, ગુણ ગુરૂ દેવાના,
જય ગુરૂદેવ જય ગુરૂદેવ, દિયોં ફળ સેવાના...ગાઓ

ગુરૂ નાવ ભવ સાગર તરવાના, ગુરૂ અનેક તરંગો હરવાના,
મારા આવરણ વાદળ હવે હણવાના હો, ગુણ ગુરૂ દેવાના...ગાઓ

ગુરૂ અખંડ પ્રકાશી સૂર્ય છો, મારા રોમે રોમના વાસી છો,
મારા અજ્ઞાન તિપિર હવે ટળવાનાં હો, ગુણ ગુરૂ દેવાના...ગાઓ

ગુરૂ અમૃતસે અધિક નામ તારૂ, થાવા અમર પિયે આ મનમારૂં,
સદા ગુરૂ ચરણમાં રેવાના હો, ગુણ ગુરૂ દેવાના...ગાઓ

ગુરૂ કલ્પવૃક્ષની છાંયા છો, ગુરૂ અખંડ શિરીમણી દાતા છો,
ગુરૂ ચરણે અમરફળ ખાવાના હો, ગુણ ગુરૂ દેવાના...ગાઓ

ગુરૂ પૂરણ પૂર્ણાનંદી છો, દાસ લાભુના નિજાનંદી છો,
હરો હર હરદમ હરિ હસવાના હો, ગુણ ગુરૂ દેવાના...ગાઓ

જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...