સતગુરૂજી અમને ચરણોમાં લેજો.
ભટકેલા મનની બાવા ભૂલને સુધારજો
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી....૧
કાયાનાં દેવળ અમને લાગે છે કાચા.
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી.....૨
આવન જાવનની બાવા ગલીયું છે વાંકી.
સમરણની સુધ્ધા અમને દેજો સતગુરુજી....૩
મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો.
અવસર વેળાએ આડા રેજો સતગુરૂજી....૪
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે.
બ્રહ્મને સંભારી બેલે રેજો સતગુરુજી....૫
છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી.
નવખંડમાં લાજે તમારો નેજો સતગુરૂજી....૬
"સવો" કહે સ્વામી અમમાં સર્વે છે ખામી.
અવગુણ નવ જોશો અંતરજામી...૭
No comments:
Post a Comment
Your Comments Here...