લેર ગગન મા લાગી રે મને સદગુરુ મળ્યા
આપુ રે ત્યાગી મેતો જોયુ રે જાગી
ઘટડા મા જ્યોતુ હવે જાગી રે......મને સુમીરન કરતા મને સામા રે મળ્યા
સંત બડા સુહાગી રે .........મને
પુરણ કમાણી મારી સુરતા સમાણી
નામ ની નોબત વાગી રે.......મને
ગલી ને બજારે સંતો હુવા અજવાળા
દીન ઉગ્યો ને રૈન ભાંગી રે......મને
ઈ રે અજવાળે મેતો અલખ ને વધાવ્યા
નિરભે નિશાને રહી જાગી રે........મને દાસ બળદેવ ને ગુરુ સવારામ મળયા
ભવ ની ભાવટ મારી ભાંગી રે.......મને
June 4, 2019
New
ભજન - લેર ગગન મા લાગી રે મને સદગુરુ મળ્યા
About Blog Administrator
આ મારા બ્લોગમા હુ એવા જ કેટલાક સંતોના જીવનચરિત્ર વિષે લખવા જઈ રહ્યો છુ.
આ મારો પ્રથમ બ્લોગ છે. તે કોઈ ભુલ ચુક હોય તો ક્ષમા કરશો.
ભજનવાણી
Labels:
ભજનવાણી
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment
Your Comments Here...