ભજન - ગુરૂજી એ વચન બાણ માર્યા જી રે - My Blog

Breaking

Ads by Google Adsense

July 27, 2019

ભજન - ગુરૂજી એ વચન બાણ માર્યા જી રે

ગુરૂજી એ વચન બાણ માર્યા જી રે,
વાગ્યા મારા રૂદિયા ની માય મારા વાલમા.
             ગુરુજી એ વચન બાણ..

પાયા રે પ્યાલા અમને પ્રેમના જી રે,
આવ્યા અમી ના ઓઙકાર મારા વાલમા.
             ગુરુજી એ વચન બાણ..

અંતર પડદા એણે ખોલીયા જી રે,
આવી આનંદ ની લીલા લહેર મારા વાલમા.
              ગુરુજી એ વચન બાણ..

ત્રીકુટી તાળા જેણે ખોલીયા જી રે,
સ્વયં થયો છે પ્રકાશ મારા વાલમા.
              ગુરુજી એ વચન બાણ..

અખંડ સમાધી લાગી દેહમા જી રે,
ચડી છે આઠે જોને પોર મારા વાલમા.
              ગુરુજી એ વચન બાણ..

હંસલા આવ્યા મોતીડા ચણવા ઓ જી રે,
અને બગલા ઉડી ઉડી જાય મારા વાલમા.
              ગુરુજી એ વચન બાણ..

કબીર સાહેબ ની છે વિનંતી જી રે,
જન્મ મરણ મટી જાય મારા વાલમા.

ગુરુજી એ વચન બાણ માર્યા જી રે.
લાગ્યા રૂદિયા ની માય મારા વાલમા.
       ગુરુજી એ વચન બાણ.

No comments:

Post a Comment

Your Comments Here...