ભજન - ઓરાણો જગત જીનની માંહી - My Blog

Breaking

Ads by Google Adsense

September 14, 2019

ભજન - ઓરાણો જગત જીનની માંહી

ઓરાણો જગત જીનની માંહી, ઉગારો સદગુરુ દાતા સાંઈ...ટેક

જમી આસમાન બે કણો લાટીયું, જગત જીન બનાવ્યું
ભાઈ જગત જીન બનાવ્યું
અસંખ્ય જુગનું આ જીન છે, સૌ લોઢાવા આવ્યું...ઓરાણો જગત જીનની માંહી

કાયા રૂપી આ કોઠીમાં, મનનું પૈડું માલે
ભાઈ મનનું પૈડું માલે
દૂર વાસનાના દોર બનાવ્યા, તેથી ચરખા ચાલે...ઓરાણો જગત જીનની માંહી

ભ્રમણા રૂપી મોટું ભૂંગળુ, તેને જગત સૌ ભાળે
ભાઈ તેને જગત સૌ ભાળે
કુબુદ્ધિ કોયલા ઓરી અગનમાં, ધીરપ ધારણા બાળે...ઓરાણો જગત જીનની માંહી

જીન જોવાને આવીયો, માંહી કળા કુંચીયો ઝાઝી
ભાઈ કળા કુંચીયો ઝાઝી
આશા તૃષ્ણા આપદાના, બહુ દોર રહ્યા બાઝી...ઓરાણો જગત જીનની માંહી

પશુ પંખી સૌને લોઢયા, લોઢયા નર ને નાર
ભાઈ લોઢયા નર ને નાર
જળ થળમાંથી કોઈ બચ્યું નહિ, લોઢયા બુઢા ને બાળ...ઓરાણો જગત જીનની માંહી

આ જીન છે અલખ ધણીનું, માંહી સતનામ એક સાચું
ભાઈ સતનામ એક સાચું
દાસ સવો કહે દીન દયાળે, કામ બનાવ્યું કાચું...ઓરાણો જગત જીનની માંહી

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...