કબીર સાહેબ ની જન્મ જયંતી - My Blog

Breaking

June 24, 2021

કબીર સાહેબ ની જન્મ જયંતી

🌷સંત કબીર સાહેબ જન્મ જયંતિ છે🌷

આજે સંત કબીર સાહેબ ની 621 મી જન્મ જયંતિ છે. તે માટે આજે આવા મહાન સંત ને યાદ કર્યે.

નામ :- સંત કબીર સાહેબ 
માતાનું નામ:- નુરીમાઇ 
પિતા:- નીમા
સતગુરુ :-રામાનંદ સાહેબ. 
જ્ઞાતિ:- વણકર 
જન્મ સાલ:- ઈ.સ - 1398 
સ્વધામ:- ઈ.સ.-1518 

કબીરનો અર્થ 'મહાન' થાય છે. કબીરદાસ ભારતનાં ભક્તિ કાવ્ય પરંપરાનાં મહાનતમ કવિઓમાંના એક હતા. કબીરપંથ, એક ધાર્મિક સમુદાય, જે કબીરનાં સિદ્ધાંતો અને ઉપદેશોને પોતાની જીવન શૈલીનો આધાર માને છે, તેમના મતાનુસાર કબીરનો જન્મ ૧૩૯૮ ઈ.સ.માં થયો અને તેમનું મૃત્યુ ૧૫૧૮ ઈ.સ. માં થયું, અર્થાત કબીર અસાધારણ રુપે ૧૨૦ વર્ષ જીવ્યા.

કબીર સાહેબ ની એક સાખી છે જેમાં એમ કહે છે. 

સાહેબ સભીકા બાપ હૈ 
બેટા કિસીકા નાહી 
જો બેટા હોકે અવતરે 
તો વહ સાહેબ નાહી.

સાહેબ કોણ છે? આજ પ્રશ્ન મોટો છે સાહેબ શબ્દ નો અર્થ શું ? આવુ સતગુરુ કબીર સાહેબ શુકામ બોલ્યા કારણ એમને આ મનુષ્ય જીવન નું બહુજ ગૂઢ રહસ્ય ઉપરથી પરદો હતો તે હટાવી પુરી દુનયા સમક્ષ ઉઘાડ કર્યું સત્યં ને ઉજાગર કર્યું અને એવું કર્યું કે આજે એમના નામ થી ઘણા પથ્થર તરીને ભવપાર થઈ ગયા.
 
હવે સાહેબ સભિકા બાપ હે આ સાહેબ કોણ છે તો સાહેબ એ એક સત્ય છે જે સત્ય માટે હરિચંદ્ર તારામતી રોહિત કુમાર ભરી બજાર વેચાણા. ધ્રૂ , પ્રહલાદ , બલિરાજા જેવા મહાન ભક્તો સત્ય ને જાણ્યા પછી પોતે એક સત્ય સ્વરૂપ બનીગયા. એ સત્ય એવું શું છે જેનામાટે ભક્તોએ કાયાના બલિદાન આપ્યા અને કોઈપણ પરિસ્થિતિ માંથી પસાર થઈને આજે સત્ય સાથે એક સત્ય થઈગયા. 
એ સત્ય કબીર સાહેબ એને સાહેબ કહે છે આ સાહેબ કેમ કહેવાય એ પણ વિચાર માંગે છે. સાહેબ એટલે બાપ- પણ બાપ કેવો સભીકો એમાં સમસ્થ બ્રહ્માંડ આવી ગયું એનો બાપ એને કબીર સાહેબ હંમેશ બંદગી કરતા હોય છે આ સાહેબ કોઈનો બેટો નથી પણ એ સાહેબના બેટા(બચ્ચા) બધા છે તો એવો સાહેબ જન્મતો નથી કે મરતો નથી અને જો જેને જન્મ મરણ લાગુ પડે તો તે સાહેબ નહિ. 

માટે કબીર સાહેબ આજે આટલા મોટા તત્વજ્ઞાની આત્મ જ્ઞાની તરીકે મોટા મુનિવર કહેવાય છે. વણકર કુળમાં પલાણ પોષણ થઈને આખા ભારત ના સંતોમાં સંત શિરોમણી તરીકે ઓળખાય છે.જેમને સમાજની કુડી રીતરિવાજ ઉપરથી સમાજને સતમાર્ગ બતાવ્યો છે અને સાચી વસ્તુ તરફ વળવા અનેક પ્રયાસો કાર્ય છે અને અનેકના તારણ હાર સતગુરુ છે. જેમણે કોઈની પરવા કર્યા વગર કર્મકાંડ નો વિરોધ કર્યો જેમણે ખોટા રિવાજો ઉપર ક્રાંતિકારી પ્રવચનો આપ્યા અને એમ નહિ કે ફક્ત વિરોધ કરુંને બીજાને પરેશાન કાર્યા એવું નો માનવું. પણ એમ માનવું અંધવિશ્વાસ ખોટી માન્યતાઓ નાતજાત ના વાડા માંથી મુક્ત કર્યા અને ખુબજ ક્રાંતિ લાવ્યા યોગમાર્ગ માં લાવ્યા સામાજિક ખોટા રીવાજોથી મુક્ત કર્યા.
આવા અનેક બંધનો થી સમાજને મુક્ત કર્યા અહીંયા છેલ્લે તોયલોકો એનેસમજ્યા નહિ.

એનું એક ઉદાહરણ કે તે વખતે કબીર સાહેબ અને સવર્ણો કહેવાતા લોકો વચ્ચે બહુજ વાદ વિવાદ થતો ખાસ કરીને બ્રાહ્મણો સાથે અને ધર્મગુરુઓ સાથે વાદ થવાનું કારણ જાતપાત ના વાડા એ બહુજ દુઃખદ વાત હતી કર્મ કાંડ તરફ લોકોને ભ્રરમાવીને બીક બતાડીને રાખતા જે કબીર સાહેબ ને જરી કપણ ગમતું નહિ અને આ લોકો સાથે વિવાદ થતો. 
જો અત્યારના સમય માં કબીર સાહેબ હાજર હોત તો ઘણા એમની સામે કેસ ફરિયાદો નોંધાય ગઈ હોત. ઠીક છે પણ આવા મહાન સંત ભારત ભૂમિ માથે જન્મ ધરીને અજ્ઞાની લોકોને જ્ઞાન તરફ લઈજાય છે અને લોક કલ્યાણ કરે છે અને વારે વારે સાહેબ દેહ ધારણ કરીને એમનું કાર્ય કરતા હોય છે 
આવા સંતોના ચરણોમાં સદા વંદન વંદન બંદગી🙏

🌷જય સતગુરુ કબીર સાહેબ🌷
🌷જય હિરસાગરબાપા.        🌷
🌷જય કિશન સાહેબ.           🌷
🌷જય ગીરધર બાપા.           🌷
      
🙏સાહેબ બંદગી, જય ગુરૂદેવ🙏

No comments:

Post a Comment

Your Comments Here...