નથી મફતમાં મળતા એના
મૂલ ચૂકવવા પડતા સંત ને
સંતપણા રે નથી મફત માં મળતા..
ભરી બજારે કોઈ વહેંચણા
કોઈ તેલ કળા માં બળતા
કાયા કાપી ને કાંટે તોળી
કોઈ હેમાળો ગળતા
સંતપણા રે નથી...
કરવત મેલી મેં માથડાં વેર્યા
કાળજા કાપી ને ધરતા
ઝેર પીધા ને જેલું ભોગવી
સાધુડા શૂળી એ ચડતા
સંતપણા રે નથી...
પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને
ભોગ સાધુ ને ધરતા
ઘરની નારી દાન માં દેતા
જેના દલડાં નવ ડરતા
સંતપણા રે નથી...
પરદુઃખે રે આત્મદુઃખિયો
રુદિયા જેના રડતા
માન મોટપ ને મમતા ત્યાગી
જઈ બ્રહ્મમાં ભળતા
સંતપણા રે નથી...
ગુરૂપ્રતાપે ભણે પુરુસોત્તમ
ચોપડે નામ એના ચડતા
આવા સંતને સેવી ને
ભવ ના બંધન ટળતાં
સંતપણા રે નથી...
हिरसागरसाहेब सदा सहायते
સંત ધારા
સંત ચરણ રજ
No comments:
Post a Comment
Your Comments Here...