નામહૈ નિર્વાણ.... - ભજન - My Blog

Breaking

July 3, 2021

નામહૈ નિર્વાણ.... - ભજન

નામહૈ નિર્વાણ....
ગુરુ તારુ નામ હૈ નિર્વાણ જી.. 
ખમીયા ખલકા પહેરો ને દાતા ..
નામ હે  નિર્વાણ જી.....

નામ જાણો અને મૂળ પકડો ... છોડો આશાપાનજી........... 
સુખમણ ઘેર આસન વાળો .... મટાડો અભિમાન જી ....નામહૈ.. 

કોણે સ્વામી મારો ચક્કર ફેરવે .. ક્યાં જઈ ગર્જના  થાય જી........ 
કોણ કહે ને કોણ સાંભળે  ..... 
ક્યા જઈ સમાય જી........નામ હૈ.

આતમ સ્વામી મારો ચક્કર ફેરવે 
ગેબી ગર્જના હોય જી........... 
ઓહંગ કહેને સોહંગ  સાંભળે 
શૂન્યમાં જૈ સમાય જી.....નામ હૈ.. 

ત્રણ છોડો ને પાંચ પકડો ...
આઠ લાવો ઘેર જી............. 
હાલો હંસા પાણી પીવા ........
તરવેણી ના તીર જી..... નામ હૈ.... 

તોડો શંકા અને મેલો મમતા .....
મેલ નાખો ધોઇ જી........... 
કહે મછંદર સૂણો ગોરખ........ આપ અકર્તા હોય જી...નામ હૈ... 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Your Comments Here...