ભજન - રામરટન નહિ કીધો રે - My Blog

Breaking

August 8, 2021

ભજન - રામરટન નહિ કીધો રે

✍🏻 દાસ સત્તાર...વાણી...

રામરટન નહિ કીધો રે ભાઈ
પ્રેમ સુરા રસ નહિ પીધો...

નવ દસ માસ ગર્ભમાં રહીને
ભજન કરવાનું કબૂલ કરીને
અવતાર અવનીમાં લીધો રે ભાઈ...

વચન આપીને તું તો બાહરે આવ્યો
માતાપિતાએ બહુ લાડે લડાવ્યો
વૃથા જન્મ તે તો લીધો રે ભાઈ...

નાનપણમાં તું તો રમતો ને ફરતો
જુવાનીમાં તું છેલાઈમાં અકડતો
પ્રભુથી જરાય નવ બીધો રે ભાઈ...

વૃધ્ધપણામાં તારું મોત જ આવ્યું
તેમાં પાપી તારું જોર ન ફાવ્યું
રસ્તો પરલોકનો તે લિધો રે ભાઈ...

જમડા તુજ ને ત્યાં માર જ મારે
ત્યારે પ્રભુ નું તું નામ પોકારે
પહેલા વિચાર નહિ કીધો રે ભાઈ...

ત્યારે કલાવાલા બહુ કરતો
યમદૂત દેખી ને તું બહુ ડરતો
ધર્મદંડ તું ને દિધો રે ભાઈ...

' દાસ સત્તાર 'ની શીખ જ ધરજો
નિત્ય હરીનું તમે ભજન કરજો
રસ્તો દેખાડ્યો મેં તો સીધો રે ભાઈ...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment

Your Comments Here...