સંત કૃપાથી છુટે માયા, કાયા નિર્મળ થાય જોને,
શ્વાસે શ્વાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને.
કેસરી કેરે નાદે નાશે, કોટી કુંજર જુથ જોને.
હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુખ જોને.
અિગ્નને ઉધેઈ ન લાગે, મહા મણીને મેલ જોને.
અપરસિંધુ મહાજલ ઊડો, ગરમીને મૂન સહેલ જેને.
બાજીગરની બાજી તે તો જંબુરો સૌ જાણે જોને.
હરિની માયા બહુ બળવંતી, સંત નજરમાં નાણે જોને.
સંત સેવતા સુકૃત વાધે, સહેજે સાધે કાજ જોને. પ્રીતમના સ્વામીને ભજતાં આવે અખંડ રાજ જોને.
જય ગુરુદેવ 🙏


No comments:
Post a Comment
Your Comments Here...