આપમા અગમ ઊગે તે તમે જાણજો, સદગુરૂ બતાવે છે સત્ય બ્રહ્મ
તેમાંથી અલૌકિક અક્ષર ઉકલે તો, કોટિક છૂટી જાય કરમ...૧
તેમાંથી અલૌકિક અક્ષર ઉકલે તો, કોટિક છૂટી જાય કરમ...૧
વૃત્તિ જેની વ્રેમંડમા વળી, ત્યાં સુરતા કરે છે સંગમ;
ગુરૂ વચનથી ઓળખી લેજો, માંય જે બોલ છે તે પોતે છે નિગમ...૨
ગુરૂ વચનથી ઓળખી લેજો, માંય જે બોલ છે તે પોતે છે નિગમ...૨
જ્ઞાન નાવની કરી ને ઘંટી, પરવૃત્તિને બેસાડો દળવાં
સતનામનો ખીલો પકડી, આ ભવસાગરને તરવા...૩
સતનામનો ખીલો પકડી, આ ભવસાગરને તરવા...૩
ઈ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ, તેને દેખું છૂ હાજરા હજુર
એને અનુભવી ખોળખીને આરાધે, કે હરિ સ્વયં નથી દૂર…૪
એને અનુભવી ખોળખીને આરાધે, કે હરિ સ્વયં નથી દૂર…૪
રિઝીયા રૂગનાથ દેવ, મને તાળી દીધી,
મળ્યા સદગુરૂ હીરસાગર ભાણ, કાપી મારાં કર્મની કડી...૫
મળ્યા સદગુરૂ હીરસાગર ભાણ, કાપી મારાં કર્મની કડી...૫
બતાવ્યો સત બ્રહ્મ ઉપદેશ, આઉસ પાઉસ વાપરી;
તેનાં ઉગારામ જશ ગુણ ગાય, તે હંસને પણંગ ન લાગે પાપ તણી...૬
તેનાં ઉગારામ જશ ગુણ ગાય, તે હંસને પણંગ ન લાગે પાપ તણી...૬
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...