ભજન - ભજન કરે ઇ મારો, એમ કે'સે દ્વારીકા વાળો - My Blog

Breaking

October 27, 2018

ભજન - ભજન કરે ઇ મારો, એમ કે'સે દ્વારીકા વાળો


ભજન કરે ઇ મારો, એમ કે'સે દ્વારીકા વાળો. વિરા...ટેક

નાભા ભગતની છાપરી સાળી, માથે ઉપાડેલ ભારો,
ગોરા કુંભારના માટલા બનાવ્યા, પગે ખુંદેલ ગારો...વિરા

નરશી મહેતાની હુંડી સ્વીકારી, મામેરા ઇ જ પૂરનારો,
ભક્ત પ્રહલાદને ત્રાસથી ઉગાર્યો, નરશીહ રૂપ ધરનારો...વિર

રાણાએ મોકલ્યા જેરના પ્યાલા, મીરા કાજે પીનારો
સતી દ્રોપદીની લાજ બચાવી, નવસો ચીર પૂરનારો...વિરા

ભક્ત સુદામાના તાંદુલ ચાવ્યા, કંચન મહેલ કરનારો
ભક્ત વિદુરની ભાજી ખાધી, મેવા મીઠાઇ છોડનારો...વિરા

ભાવથી જો ભજન કરે તો, મટી જાય ભવ ભટકારો
ગુરૂ પ્રતાપે કહે પુરૂષોત્તમ, વાલો સૌના દુઃખ હરનારો...વિરા

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...