એવાં ચંદ્ર સુરજકા તેજ, જેણે એક કરી જાણ્યા રે
એવાં અવિગત ઉગારામ, નજરે મેં ભાળ્યા રે...એવા

તેણે દિલની ભાંગી ભાંત, કુબુદ્ધિ કાળને વાર્યાં રે
વળી દીધા અજંપા દાન, અખંડ નામ ઓળખાવ્યા રે...એવા

એવી પૂર્વની કોઈ આ પ્રીત્ત, સહેજે સૌં મળીયા રે
અનુભવી ઉદય ભયો એ સુર, તિમીર તેથી ટળીયા રે...એવા

વહાલો પ્રગટયાં છે બાંદરા માંય, દાસના દુ:ખ ટળીયા રે
ધન્ય જે જીવ વસે ત્યાંય, માલિક નજરે ચડીયા રે...એવા

મળ્યા ઉગારામ અગમ અપાર, અમર વર અમે વરીંયા રે
દાસ લાભુના સર્યા કામ, સતગુરૂ સાચાં મળીયા રે...એવા

જય ગુરૂદેવ

No comments:
Post a Comment
Your Comments Here...