ભજન - જીરે લાખા બે રે પ્રકારની સમાધિ - My Blog

Breaking

Ads by Google Adsense

October 25, 2018

ભજન - જીરે લાખા બે રે પ્રકારની સમાધિ



ભજન : જીરે લાખા બે રે પ્રકારની સમાધિ કહી છે જી
રચના : સતી લોયણ

જીરે લાખા બે રે પ્રકારની સમાધિ કહી છે જી
એની જુક્તિ જાણે કોઈ યોગી હાં.

જીરે લાખા ભોગ ત્યાગ કરીને હું તમને સંભળાવું જી
તો થાઓ ભ્રહ્મ રસ ભોગી હાં

જીરે લાખા અજંપા સમાધિ પવન નાભિમા સમાવે જી
સુરતા જોને લાગી જાવે હાં

જીરે લાખા મેલ મેલીને થાયે તે નિર્મળ જી,
નૂર નિરંતર નજરે આવે હાં

જીરે લાખા બીજીરે સમાધિ પંચમ પડદો ખોલેજી
બંકનાળે પવન ચડાવે હાં

જીરે લાખા પટ ચક્ર જીતી દ્વારકા પરજાળે જી
એ તો શૂન્ય સમાધિ ક્હાવે હાં

જીરે લાખા શૂન્ય સમાધિમાં ગુરુ કૂંચી બતાવે જી
તો જન્મ મરણ મટી જાવે હાં

જીરે લાખા જોત જોગે તો વ્યાપે જેને માયાજી
જેને જન્મ ફરી નહીં આવે હાં

જીરે લાખા શૂન્યરે સમાધિમાં તમે સુરતા લગાવોજી
તેઓ ઘરમાં તમે આવો હાં

જીરે લાખા શેલનશી ની ચેલી સતી લોયણ બોલ્યાજી
ફરી ચોરાસીમાં નાવો હાં

                          જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...