ભજન - અજારા કાય જરીયા ન જાય - My Blog

Breaking

October 26, 2018

ભજન - અજારા કાય જરીયા ન જાય


અજારા  કાય  જરીયા  ન  જાય,
સંતો  ભાઈ  અજારા  કાય  જારીયા  ન  જાય,
એવા  થોડે  રે  થોડે  રે  તમે  સાધ પિયો  રે.

ચડવું  કાય  મેરુ  ને  અસમાન,
સંતો  ભાઈ  ચડવું  કાય  મેરુ  ને  અસમાન,
એવા  આડા  રે  અવળા  રે  એમાં  વાંક  ઘણા  રે  જી . અજારા  કાય...

કળજુગ  કાય  કાંટા  કેરી   વાળ,
વીરા  મારા  કળજુગ  કાય  કાંટા  કેરી  વાળ,
એમાં  જોય  જોઈ  ને  રે  તમે  પાવ  ધારો  રેજી . અજારા  કાય...

તન  ઘોડો  મન  છે  અસવાર,
સંતો  ભાઈ  તન  ઘોડો  મન  છે  અસવાર,
એવા  ઝરણા  ન  રે  તમે  જિન  ધારો  રે  જી. અજારા  કાય...

શીલ  બરછી  બાંધો  ને  હથિયાર,
વીરા  મારા  શીલ  બરછી  બાંધો  ને  હથિયાર,
એવા  માયલાથી  તમે  ભાઈ  જુધ  કરો  રે  જી . અજારા  કાય...

બોઈલા    બોઈલા  રાય  રે  પ્રહલાદ,
સંતો  ભાઈ  બોઈલા    બોઈલા  રાય  રે  પ્રહલાદ,
એવા  અજંપા  ના  તમે  ભાઈ  જાપ  જાપો  રે  જી . અજારા  કાય...

                         જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...