ભજન - અનુભવીંને એટલું કે , - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

ભજન - અનુભવીંને એટલું કે ,

અનુભવીંને એટલું કે , આનંદમાં રે‘વું રે,
ભજ઼વા પરિબ્રહ્મને ,બીજું કાંઈ ન કેવુ રે,

એકજ જાણી આતમા, કોઈને દુઃખ નો દેવુ રે,
સુખ દુ:ખ આવે સહેંજમાં, ઈ તો સહીંને રેવુ રે,

વેદ જોયા, પુરાણ જોયા , સહુ જોયા તપાસી રે,
રામના નામથી કાંઈ ન મોટુ, સંત ઉપાસી રે,

સદગુરૂને સેવતાં , જો મનડું મોહ્યું રે,
કૃષ્ણજી કેરા મહાપદમાં , ચિતડું પરોવ્યુ રે,

જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે,
મૂળદાસ કહે મોહ માયા મૂકી, મહા પદમાં રેવું રે,

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...