ભજન - એવો ગ્યાન ગંજીપો--ધીરો ભગત - My Blog

Breaking

Ads by Google Adsense

October 25, 2018

ભજન - એવો ગ્યાન ગંજીપો--ધીરો ભગત


એવો ગ્યાન ગંજીપો--ધીરો
એવો ગ્યાન ગંજીપો લાગી રે
રમીયે બાજી રઢીયાળી 
સદ બુધ્ધિ દસ ઇન્દ્રિય
તેરમો અહંકાર
આવા તેર પાના દિધા હાથમા
રંગ છે રુડો સાર
એવા બે બે ભેરુ બેસાડો  રે
પાના ફેંકે ભારી ભારી
એકકાને આતમ કરી જાણો
બાદશાહ છે જીવરાજ
રાણી તો માયા રાજા રામની
ગુલાને જાણો મન ગુલામ
એવો દસો ગણો દસ દરવાજા
નવાને જાણો  નવસો નાડી
અલખ સાધને તમે અઠ્ઠો માનો
સતો ભૂમિકા સાથ
અસત્યનો  છકો કરી  જાણો
એવી ત્રણ ગુણની તીડી રે
પાંચ તત્વનો બનાવ્યો પંજો
અસત્ય બુધ્ધિને સતયો આવે
હરી ભકતોને આવે હુકમીયુ
બાજી છે બહુનામીના હાથમા
કોઇ દિ  નો આવે બાવનીયુ
એવો દાસ ધીરો કે છે
એ રમનારો છે બાવનબારો 
એવો ગ્યાન ગંજીપો.॥ 

No comments:

Post a Comment

Your Comments Here...