ભજન - સીતાજી પુછેરે રામચંદ્ર રાયને - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

ભજન - સીતાજી પુછેરે રામચંદ્ર રાયને


સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે,
કરો તમે વડા ધરમની વાતરે હા..સીતાજી

અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે,
જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હા...સીતાજી

ચાંદો ને સુરજ રે દોનો નોતા રે,
નોતા નોતા ધરણી ને આકાશ રે હા...સીતાજી

એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે,
એને ઠામ વિના કેમ દેવાય રે હા...સીતાજી

લક્ષમણજી ને કાચો પારો જાણજો રે,
એને કોઈ હરીજન વિરલા જાણે રે હા...સીતાજી

જેદી અમે રે થાશુ દ્વારીકાના રાજવી રે,
લક્ષમણ ધરશે યાદવકુળમા અવતાર રે હા...સીતાજી

તેદી તમે રે થાશો રાણી રુક્ષમણી રે,
તેદી કરશુ વડા ધરમની વાત રે હા...સીતાજી

પશ્ચિમ ધરામા પીર મુજા પ્રગટ્યા રે,
હુવો હુવો અજમલ ઘેર અવતાર રે હા...સીતાજી

બાળનાથ ચરણે સિધ્ધ રામદેવજી આવુ બોલીયા રે,
દેજો અમને તમારા ચરણે વાસ રે હા...સીતાજી

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...