ભજન - ગત ગોરાને અલખની સાથે - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - ગત ગોરાને અલખની સાથે


ગત ગોરાને અલખની સાથે, નામ લીયા જેણે નીઝારી
જોડે સજોડે જે નર જાગ્યા, મન મેવાસીને મારી...ટેક

આદ ધર્મની આણ ફેરવી, મેળે મળ્યા નરનારી
કળશ સ્થાપનાને વાડી રચાવી, ભેદ ભરમણા ટાળી...ગત

તેત્રીસ કરોડદેવ મળીયા મેળાવે, આલમની અસવારી
નાથ નીરંજન પાટે પધર્યા, નકળંગી રે નેજાઘારી...ગત

મહા દશાના સંતો માલમી, મળીયા વરણ અઢારી
વીર જોગણી વીર સાખીયા, ગતની કરે ગોવાળી...ગત

કાળ ભૈરવને ગરૂડની ચોકી, ગુણપતિ ગુણ ભંડારી
હુકમ આપવા હનુમો પધાર્યા, ચારે કરે છે કોટવાળી...ગત

અમર છરી લઇ શીશ ઉતાર્યા, કાળીંગાને મારી
ચારે જુગના નર નીર્વાણી, સંતોની છે બલીહારી...ગત

ગત ઉપાસી ગુરૂપદ વંદે, ભક્તિ અવીચલ ભારી
દાસ સવો કહે દોર ન તુટે, એ છે અરજ અમારી...ગત

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...