યક્ષજી ના પ્રશ્રનો-યુધિષ્ઠિરજી ના જવાબો - My Blog

Breaking

Ads by Google Adsense

October 25, 2018

યક્ષજી ના પ્રશ્રનો-યુધિષ્ઠિરજી ના જવાબો


યક્ષજી ના પ્રશ્રનો-યુધિષ્ઠિરજી ના જવાબો
સ.)પૃથ્વી થી મોટુ શું છે?
જ.) માતા
સ) આકાશ થી ઊંચું શું છે?
જ) પિતા
સ) વાયુ થી ઝડપી શું છે?
જ) મન
સ) ઘાસ કરતાં પણ જલદી શું વધે?
જ) ચિંતા
સ) આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં?
જ) દયા અને વિવેક.
સ)કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ) સજ્જન સાથેની.
સ) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે?
જ) જે કોઇ પોતાના મન ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ) સૌથી મોટું ધન શું છે?
જ) શિક્ષણ
સ) સૌથી મોટો નફો ક્યો છે?
જ) તંદુરસ્તી
સ) સૌથી મોટું સુખ કયું છે?
જ) સંતોષ
સ) માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે?
જ) ક્રોધ
સ) કયા રોગ નો ઉપાય નથી?
જ) લોભ
છેલ્લો સવાલ
સ) જિંદગી ની સૌથી મોટી વિચિત્રતા શું છે?
જ) અનંત સમય સુધી જીવવાની ઇચ્છા. રોજેરોજ આપણે કેટલાય લોકોને મરતા જોઇએ છીએ. છતા આપણે એવું વિચારી એ છીએ કે આપણે મૃત્યુ નહીં પામીએ.

*જિંદગી  જીવવાનો  ઉપાય...*
*1. એક વર્ષથી  20 વર્ષ  સુધી  આપણી માં પીરસે તે ખાવું...!!*
*2. 21 વર્ષ થઈ 40 વર્ષ સુધી  તમને ફાવે તે ખાવું...!!*
*3. 41 વર્ષ થી  60 વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું...!!*
*4.  61 વર્ષ. પછી  થાળી માં આવે તે ખાવું...!!*

No comments:

Post a Comment

Your Comments Here...