ભજન - નિરવરતી પરવરતી પરખી, સંકલ્પ વિકલ્પ ને દુર કરો - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - નિરવરતી પરવરતી પરખી, સંકલ્પ વિકલ્પ ને દુર કરો


નિરવરતી પરવરતી પરખી, સંકલ્પ વિકલ્પ ને દુર કરો
આમાં જીવનમુક્તિ જાણી, તમે સંતોષ વરને વરો…૧

આ છે અવલ ક્વલની સાધના, તેનું સે’જે સમરણ કરજો;
અનાદિ વચન છે ગુરૂદેવનું તેનું ધ્યાન તમારી નાભિમાં ધરજો...૨

આ છે પોતાના પૂન્ચના પારખાં, તે તમે ગુપ્ત દાન દેજો;
સર્વમા શાંતિ તપ સોહંમ છે, તે તમારો આતમાં ઓળખી લેજો...૩

ઇ વૃક્ષ રૂપો તો એક જ છે, તેમાંથી દ્રાદશ પ્રગટયાં છે ડાળા;
અનુભવથી ઓળખો તો, સોહમપદ છે બાવન અક્ષરથી બારા...૪

દમ કદમના દોરમા ચાલે છે, તે નિર્ભયપદને નિહાળો;
દસમા સોહમમાં સુરતા લગાવો તો, ત્યાં ઝરે અખંડિત ઝારો...૫

ઇ વચન સદગુરૂએ સુણાવ્યો, તે જરાય નથી જુઠ્ઠો;
સતસંગ રૂપી પાટી કરી, વચન વતરણે તમે એકજ એકડો ઘૂંટો...૬

અનુભવી ઈ સ્કુંલમા, અભેવચન સદગુરૂએ શ્રવણે સુણાવ્યા;
ઉગારામને ગુરૂ હીરસાગર મળ્યા, ત્યારે આ દેહમાં દરશાણા...૭

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...