ભજન - દિલ દરિયામાં અખંડ દીવો.... - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

ભજન - દિલ દરિયામાં અખંડ દીવો....


દિલ દરિયામાં અખંડ દીવો....
દીઠા વિના મારા મન ડોલે....
ભ્રાતીના ભરેલા ભવોભવ ભટકે.. ..
ગુરુ વિના તાળા કોણ ખોલે....દિલ દરિયામાં......

ગગન મંડળ માં ગુપત ગેબી...
બાવન બારા કોઈ બોલે....
ભાઇલા મારા રતન અમુલખ..
વસ્તુ છે માંય વણતોલે...દિલ દરિયામાં......

નૂરત સૂરત પર નામ નિરંતર
નુરતે સુરતે નટ ખેલે
આદિ અનાદિ જેણે ઓળખ્યા
મૂળ ભજન હવે નહિ મેલે...દિલ દરિયામાં......

આ સંસારમાં ચેતો મારા ભાઇલા
સંત પોકારે અવસર છેલ્લો
આ માર્ગમાં આવતાં જતાં
આનંદ ભયો હવે મન મેળે...દિલ દરિયામાં......

પતા લખાયા સંતો હજુરી
અવર દિલ મારુ નહીં ડોલે
બોલ્યા રવિરામ ગુરુ ભાણ પ્રતાપે
અમર પ્યાલો નિત્ય પીયો....દિલ દરિયામાં......

                  જય ગુરૂ મહારાજ

No comments:

Post a Comment

Your Comments Here...