વ્યસન વિશે... - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

વ્યસન વિશે...


ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો,
દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો,
એકસો પાંત્રીસ તમાકુ, સોપારીને કીમામ ખૂબ નખાવો,
નાગરવેલનું પાન નહીં પણ પોલીથીનમાં લાવો,
કામધંધામાં ચિત્ત ન ચોંટે હોય નહીં જો માવો,
હથેળીમાં લઈને મસળી મેં તો ગલોફામાં ચડાવ્યો,
મારી પિચકારી મેં તેથી કપડે ડાઘ લાગ્યા,
કપડાં, પૈસા, શરીર બગડે લાખ ભલે સમજાવો.
તોયે છોડી શકીશ નહીં હું રહીશ આવો ને આવો,
માન્યો નહીં આ મૂરખ, જિંદગીભર ખાધે રાખ્યો માવો.
શરીર ઘસાયું માંદો પડ્યો ડોકટર હવે બચાવો,
ઓપરેશન આવે છે મોટું, નાણાં અઢળક લાવો.
મિલકત, મકાન, ખેતર વેચ્યું થઈ ગયો છે બાવો,
છોકરા રડતાં રડતાં બોલે કાં અમને તતડાવો?
પાટી, ચોપડા, કપડાં લઈ દો પપ્પા અમને ભણાવો,
બૈરી કહે વગર વાંકે કાં મુજને ધમકાવો.
કહેતી રહી હું આખું જીવન છોડી દો તમે માવો,
ચકલા ખેતર ચણી ગયા છે થાય હવે પસ્તાવો.
મિત્રો તથા મારા કાકા, વડીલો,
ચેતી જજો સમય ન આવે આવો,
વ્યસનના કચરાને કાઢી દીલમાં દીપ જલાવો.

No comments:

Post a Comment

Your Comments Here...