વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે હો જી...
બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી...
-ભજનના વાગે ભડાકા ભારી રે...૦
ધ્રુવ રાજાને અવીચળ સ્થાપ્યો, પ્રહલાદ લીધો ઉગારી રે હો જી...
સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો , હરિએ નોર વધારી....
-ભજનના વાગે ભડાકા ભારી રે...૦
તારાદેનું સત રાખવા માળી બન્યા’ તા મોરારી રે હો જી...
સુધન્વાને નામ પરતાપે, ઉકળતી કડા નાખી ઠારી....
-ભજનના વાગે ભડાકા ભારી રે...૦
તોળી રાણીએ ત્રણ નર તાર્યા, જેસલ ઘરની નારી રે હો જી...
માલે રૂપાનાં હેરણાં હેર્યાં, આરાધે મોજડી ઉતારી...
-ભજનના વાગે ભડાકા ભારી રે...૦
પળે પળે પીર રામદેને સમરૂં , એ છે અલખ અવતારી રે હો જી...
હરિ ચરણે ભાટી હરજી બોલ્યા , ધણી ધાર્યો નેજાધારી...
-ભજનના વાગે ભડાકા ભારી રે...૦
No comments:
Post a Comment
Your Comments Here...