ભજન - ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે, - My Blog

Breaking

Ads by Google Adsense

March 11, 2019

ભજન - ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે,


* * * * * * * * * * * *
જી રે વીરા ! ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે, જેને વિશ્વ બધુંયે વખાણે રે હાં…

જી રે વીરા ! કબુદ્ધિ કોયલા કરોડો કાયામાં રે, અને તમે બ્રહ્મ અગનિમાં પરજાળો રે હાં…

જી રે વીરા ! ધુમાડો ધૂંધવે ન્યાં લગી ધારણ રાખો રે, પછી એને બાંધી કઠણ તાયે તાવો રે હાં…

જી રે વીરા ! બંકનાળેથી ધમણું ધમાવો રે, ઊલટા પવનને તમે સુલટા ચલાવો રે હાં…

જી રે વીરા ! ત્રિગુણાતિતથી તમે અગ્નિ પ્રજાળો રે, પછી એને ગિનાન સાંણસીએથી તાવો રે હાં…

જી રે વીરા ! તાએ ચડયા વિના તમે ટાઢું શીદ ટીપો રે, આ તો ભાંગેલને કરવા છે ભેળા રે હાં…

જી રે વીરા ! હું ને મારું ઈ બે લોઢાના કટકા રે,એને તમે મન ક્રમ વચનેથી મિલાવો રે હાં…

જી રે વીરા ! સતની સરાણે એને ચડાવીને જોજો રે, તડ કે ભ્રાંત હોય તો ફરીને તાવો રે હાં…

જી રે વીરા ! આળોપીને તમે એક તાર લાવો રે, તો તમે પરિબ્રહ્મ નિરાકારને ભાળો રે હાં…

જી રે વીરા ! આવા આવા ઘાટ તમે સંસારે ઘડજો રે, તો તો ખોટ જરીયે ના ખાશો રે હાં…

જી રે વીરા ! ઉગમશીને ચરણે લીળલબાઈ બોલ્યાં રે, ત્યારે તમે સાચા કસબી કેવાશો રે હાં…

* * * * * * * * * * * *

No comments:

Post a Comment

Your Comments Here...