દુષિત અનનો પ્રભાવ - મહાભારત પ્રસંગ - My Blog

Breaking

March 11, 2019

દુષિત અનનો પ્રભાવ - મહાભારત પ્રસંગ

દુષિત_અનનો_પ્રભાવ

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું, ધર્મરાજ યુધિષ્ઠિર સમ્રાટ રાજા બની ગયા હતા. યુદ્ધભૂમિ ઉપર બાણની શૈયા ઉપર પ્રાણનો ત્યાગ કરવા માટે સૂર્યનાં ઉત્તરાયણ પર હોવાની પ્રતિક્ષા કરી રહયા હતા. ત્યારે ઘર્મજ્ઞ ભિષ્મ પિતામહ પાસે શ્રી કૃષ્ણની સાથે પાંડવો અને દ્રૌપદી આવે છે. યુધિષ્ઠિરનાં પ્રશ્નનાં જવાબમાં ભિષ્મ પિતામહ તેમને વાર્તા, આશ્રમ તથા રાજા પ્રજા વગેરે ધર્મોંનો ઉપદેશ કરી રહયા હતા. ત્યારે દ્રૌપદીને હસવુ આવ્યું.

ત્યારે ભિષ્મ પિતામહ ઉપદેશ દેતા વચ્ચે બોલ્યા, બેટી ! તું હસી શા માટે? દ્રૌપદી સંકોચવશ ખોલી : ‘મારાથી ભૂલ થઈ ગઈ, પિતામહ મને ક્ષમા કરો,

પરંતુ ભિષ્મ પિતામહને આ જવાબથી સંતોષ ન થયો. તે બોલ્યા, બેટી ! કોઈ પણ શીલવતી કુળવતી ગુરૂજનો, વડીલો સન્મુખ કારણ વગર હશે નહિં, તું ગુણવાન છે, શીલવાન છે, સુશીલ છે. માટે સંકોચ છોડીને તું હસવાનું સાચું કારણ બતાવ. ‘હાથ જોડી, દ્રૌપદી બોલી : દાદાજી ! મારાથી કહેવાય તો નહિં પણ આપશ્રી આજ્ઞા કરો છો, તેથી કહી રહી છું : તમો ધર્મોપદેશ કરી રહયા હતા. ત્યારે મારા મનમાં એમ થયું કે, ‘આજે તમે ધર્મની એવી ઉત્તમ વ્યાખ્યા કરી રહ્યા છો પહેલા કયારેય આવી વ્યાખ્યા કયારેય નહોતી કરી. જયારે કૌરવોની સભામાં દુઃશાસન મારા વસ્ત્રોનું હરણ કરી રહ્યો હતો. મને લાગે છે કે આપનું આ ધર્મજ્ઞાન કયાં ગયું હતું ? મને લાગે છે કે આપે આ ધર્મજ્ઞાન પાછળથી શીખ્યું હશે. મનમાં આ વાત આવવાથી હસવું આવ્યુ. આપ મને ક્ષમા કરો. પિતામહે શાંતિપૂર્વક સમજાવ્યું : બેટી આમા ક્ષમા કરવાની કોઈ વાત નથી. મને ધર્મજ્ઞાન તે સમયે પણ હતું.

પરંતુ દુર્યોધનનું અન્યાય પૂર્ણ અનાજ ખાવાથી મારી બુદ્ધિ મલિન થઈ ગઈ હતી. તેથી તે સભામાં ધર્મનો યોગ્ય નિર્ણય કરવામાં હુ અસર્મથ હતો. પરંતુ, અર્જુનના બાણોથી મારા શરીરમાં રહેલું લોહી નિકળી ગયેલ છે.

દુષિત અન્નથી બનેલ લોહી શરીરમાંથી નિકળી જવાથી હવે મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે. આથી આ સમયે ધર્મનું તત્વ સારી રીતે સમજુ છુ.અને તેનું વિવેચન કરી રહ્યો છું.

No comments:

Post a Comment

Your Comments Here...