કાચી રામ કેણે ઘડી તારી કાયા…
ઘટડામાં ચાંદો ને ઘટાડામાં સૂરજ ;
ઘટડામાં નવલખ તારા…
કાચી રામ…
ઘટડામાં એરણ ને ઘટડામાં ધમણ્યું,
ઘટડામાં ઘાટ ઘડાયો ;
ઘટડામાં આંબો ને ઘટડામાં કેરી,
ઘટડામાં ઈ વેડનહારો…
કાચી રામ…
ઘટડામાં વાડી ને ઘટડામાં ક્યારો.
ઘટડામાં પવન ને પાણી ;
ઘટડામાં તાળું ને ઘટડામાં કૂંચી,
ઘટડામાં ખોલનહારો…
કાચી રામ…
ઘટડામાં ગંગા ને ઘટડામાં જમુના,
ઘટડામાં તીરથ નાહ્યા ;
ઉગમશી ચરણે બોલ્યાં લીરલબાઈ,
સાચો શબદ લાગ્યો પ્યારો…
કાચી રામ…
No comments:
Post a Comment
Your Comments Here...