કહે રે રામદેવ હરભુજી તમે સાંભળો,
કહું તમને સત ધરમ ની વાત રે,
પેઢીએ પેઢીએ પીર નય અવતરે,
પીર નહિ આવે વારંવાર.
એવા બ્રાહ્મણ રે કુળ માં રે અમે જનમશુ ,
દીધેલ વચને દીદાર ,
કલીન્ગા ને અમે હવે મારશુ,
વરતાશે રે જય જય કાર. કહે રે રામદેવ ...
એવા હનુમાન ભૈરવ ભેરા આવશે રે ,
ભરત ખાંડા હે મોજાર ,
પાંચ રે પાંડવ ભેળા આવશે ,
માતા કુન્તા દ્રોપદિ નાર . કહે રે રામદેવ ...
એવા પંદર રે વરશે અમે પરણષુ રે,
સાથે બ્રહ્મ કુમાર ,
એવા ઇન્દ્ર રાજા તેદી આવશે ,
તેત્રીસ કોટી એ સરદાર . કહે રે રામદેવ ...
એવા જુનાડે જાન્ગીના હવે વાગશે રે,
તોરણ બંધાશે હે ઠારો ઠાર
વન્થલિયેથિ વિવાહ મંડાશે ,
પરણષુ મેઘલી જોને નાર . કહે રે રામદેવ ...
એવા દ્રોપદિ લુણ ઉતારશે ,
અને દીવડો જાલસે વિજાવલી નાર,
એવા પરબે રે આવીને મિન્ઢોળ છૉડસુ ,
ત્યારે વરતાશે એકાકાર. કહે રે રામદેવ ...
એવા ઢેલડી થીને ઘાણી હવે માન્ડસુ,
અને ચાલશે લોયની જોને ધાર ,
લોયની નદીયું માં પથારા તણાસે,
ભરાશે ખપ્પર હે મોજાર. કહે રે રામદેવ ...
એવા ચારે રે દિશા થી શંખ વાગશે રે ,
સમરાશે જર થર હે મોજાર,
સત રે વરતાશે હે ચાવુદ લોક માં,
ઉતારશું ભૂમિનો જોને ભાર . કહે રે રામદેવ ...
એવા સવંત વિષ માં રે ધરમ સ્થાપશે ,
થશે નકલંક નો જયજય કાર ,
બાળિનાથ ચરણે રામદેવ બોલ્યા,
બોલ્યા કાંય આગમ ના હે એંધાણ. કહે રે રામદેવ ...
No comments:
Post a Comment
Your Comments Here...