સમરણ ખેતી કરજો એનો, વેરો માલીકને ભરજો
મારા પ્રાણ પટેલીયા રે, તમે સમરણ ખેતી કરજો…ટેક
શ્વાસ કોદાળી સમરણ હાથો, આજ્ઞા ગુરૂજીની ધરજો
કામ ક્રોઘ માંહી લોભના જાળા, ખોદીને પરહરજો...મારા
હરદમ હળને સુરતાનું સવડુ, ક્રિયાની કોષ અનુસરજો
કરમ ધરમનાં ધોરી બળદીયા, ધીરજ ધોસરૂ ધરજો...મારા
શીલ સંતોષનો રાશ પરોણો, સાધ રાખીને સાહ કરજો
ગુરૂકૃપાનો વરસાદ આવે ત્યારે, નીંજ નામના બીજ ભરજો...મારા
પાચ પચ્ચીંસ આમાં ચરી જાસે મૃગલા, ભજન ભડાકો કરજો
જ્ઞાનની ગોફણમાં શબ્દોના ગોળા, પળે પળે નજર કરજો…મારા
પાકે ખેતર ત્યારે ચડી જાજો મેડે, ધ્યાનના ઢગલા કરજો,
કહે બહ્માનંદ તેથી તારૂ, કામ બધુ અનુસરશે...મારા
🙏જય ગુરૂદેવ 🙏
No comments:
Post a Comment
Your Comments Here...