જગતમાં જ્ઞાનીને વિદ્વાન ના, વહેવાર જુદાં છે,
વધુ વિચારતાં તો એ, મોક્ષના માર્ગ જુદાંછે...૧
વિષય આ વિદ્વતાનો એ, ગમે તેને મળી જાય,
પરંતુ જ્ઞાનના એ તત્ત્વના, અભ્યાસ જુદાંછે...ર
ન વાતોએ વડાં થાય, કરે મહેનત તો ફ્ળ ખાય,
પરંતુ વાતથી એ વસ્તુના, સ્વાદ જુદા છે...૩
અમર આનંદના ભોગી, અલગ રહેતા ઉપાધીથી,
ઉપાધી વહોરતાએ જન તણા, આધાર જુદાં છે...૪
નહિ આડંબરો કરતાં, નહિ કોઇ સ્થાન પણ ધરતાં,
વાયુ સમ વિશ્વ વિચરનારા, તણ વહેવારા જુદા છે...પ
નહિ આડંબરોમા એ, નહિ કોઇ વિદ્વતામા છે,
અભણ ને પણ જડે તેવાં, સુગમ સિધ્ધાંત ન્યારા છે...૬
ભણે પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ,
પરંતુ જ્ઞાનના એ તત્વના, અભ્યાસ જુદાં છે...૭
ન એથી મોક્ષ તો થાયે, અધોગતિ ઉલટી થાયે,
કહે છે લાલ જગતમાં, જ્ઞાનીના પંથ જુદાં છે...૮
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...