સંત ભલે સમજાવે એને વેદ ચારેય વંચાવે
મૂરખને બોધ ન લાગે એને સંત ભલે સમજાવે...ટેક
ઊંડે વાસણને તળીયે અગ્નિ, ઠંડા જળને તપાવે
શીતળતા ગઈ આગ ઓલવવા, ત્યાં પોતે તપી જાવે...મુરખ
સર્પનાં મુખમા સ્વાતિ બિંદુ, મોતીડાં ક્યાંથી આવે
વિષનાં ખેતરમાં અમૃત વાવો, મીઠપ ક્યાંથી આવે...મૂરખ
ત્રણ ભુવનમાં જીકે તડાકા, ગુરૂને જ્ઞાન બતાવે;
એક વાત જ્યાં ગુરુ કરે ત્યાં, બે ચાર સામી અડાવે...મૂરખ
પ્રભુ ભજનમાં આડો પડીને, ગાણું પોતાનું ગાવે;
કાગ કહે સહુની નિંદા કરે ને, સૌની આડે આવે...મુરખ
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...