ભજન - કરી લે સત્ય વિચાર, પ્રભુ ભજનનો - My Blog

Breaking

Ads by Google Adsense

May 9, 2019

ભજન - કરી લે સત્ય વિચાર, પ્રભુ ભજનનો

કરી લે સત્ય વિચાર, પ્રભુ ભજનનો;
તજી કપટ તુજ અભિમાન, મોહ આ મનનો,
કાઢી અજ્ઞાન મેલ, તુજ અંતરનો રે,
ગ્રહી સતજ્ઞાનનો સાર...ટેક
મારું મેલી 'હું' પદ ઠેલી, કર દાન પુન્ય દીદાર;
સંતપુરુષનો કર સમાગમ, હોવે સત્ય વિચાર,
હરિ ભજનનો...કરી લે
સત્સંગથી અસત્ય નાશે, નાશે કલ્પના કાળ;
કર્મ ક્રિયા સત્સંગમાં, જપ તપ જોગ સમાય,
રસ્તો હરિજનનો...કરી લે
સત્ય વિચાર સત વિવેક સૂઝે, સૂઝે વિચારનો સાર;
જ્ઞાન ધ્યાન સત ભક્તિ આવે, સત્સંગ તણો આધાર,
મહિમા સત્સંગનો...કરી લે
સદગુરુના સત્સંગથી, આવાગમન મટી જાય;
સત્ય શબ્દ સદગુરુ બતાવે, દાસ લાભુ ગુણ ગાય,
દાસ હરિજનનો...કરી લે

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...