ભજન - મન તુ અળગુ કા અથડાય - My Blog

Breaking

May 9, 2019

ભજન - મન તુ અળગુ કા અથડાય

મન તુ અળગુ કા અથડાય? બીજો નથી બોલતો
તુ તો જાગીને જો તારા રૂપને, ખોળી જોતામા તુ રે ખોવાય...બીજો

તારે ઓથે હરીને નથી દેખતો, કુંડળ ઓથે જેમ કંકણ ઢંકાય
તુ તો દરિયાની લહેર સમાન છે, લહેર સમાતા જેમ સમુદ્ર દેખાય...બીજો

તારે ઠેકાણે હરીને ઠેરાવને, એમ સમજેતો મહા સુખ થાય
કહે પ્રીતમ એવા પુરૂષને, હુ તો લળી લળી લાગુ પાય...બીજો

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...