ભજન - સખી ! મહા પદની વાત કોઈ એક જાણે રે - My Blog

Breaking

Ads by Google Adsense

May 9, 2019

ભજન - સખી ! મહા પદની વાત કોઈ એક જાણે રે

સખી ! મહા પદની વાત કોઈ એક જાણે રે
જેને સદગુરૂ મળિયા સાર, સોઈ પિછાને રે...ટેક
સખી ! નાભી કમળ ઘટમાંય, સોહં ઉઠે રે
હંસ જપે અજંપાના જાપ, તાર ન તુટે રે...સખી
સખી ! ઇંગલા પિંગલા સાર, સુખમણા નાડી રે
ત્યાં નુરત સુરત મળી દોય, મનસાને મારી રે...સખી
સખી ! ત્રિવેણિ ઘટની માય, અખંડ જ્યોતિ રે
ત્યાં ઝગમગ ઝગમગ થાય, વરસ મોતી રે...સખી
સખી ! પંચ કોસ પર ધામ, નિશાન ધારી રે
એનુ ધરવુ સુરતાથી ધ્યાન, શ્વાસાને મારી રે...સખી
સખી ! રોમ રોમ તત્પર, લાગ્યા જપવા રે
ત્યારે સઘળા ઘટડાના ચોર, લાગ્યા છીપવા રે...સખી
સખી ! પિંડ તણી ખબર, સઘળી વિસરી રે
જયારે સુરતા ચડી વરમંડ, ફૂટી નિસરી રે...સખી
સખી ! અરસ પરસના કોટ, જોયા પરખી રે
એવા સાત દ્વીપ નવખંડ, જોયા મે નીંરખી રે...સખી
સખી ! વેદ કિતાબની માંહી, આ ગમ નાહી રે
ત્યાં નહિ દિવસ નહિ રાત, ધૂપ નહિ છાંય રે...સખી
સખી ! કહેવા જેવો નહિ કાંઈ, મારો સ્વામી રે
હું તો પૂરણ પામી ભેદ, છે ઈ અંતરયાર્મી રે...સખી
સખી ! અલખ નિરંજન, રૂપ, દેખી મન મોહ્યા રે
તેને ભણે પીર સાદરદીન, મેં નજરે જોયા રે...સખી

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...