ધન્ય આજ ઘડી, સંત પધારી પ્રેમે પાવન કીધા
અતિ આનંદ અપાર, દયા કરી અમને દર્શન દીધા...ટેક
હરીજન છે હરી સરખા હેલી, એને મળીએ મરજાદ મેલી
થાય અરસપરસ આનંદ હેલી...ધન્ય આજ
સંત ચરણે જઇએ તો સુખ ઘણુ, ડગલે ડગલે ફળ યજ્ઞ તણુ
એની સેવાના ફળ શા રે ભણુ...ધન્ય આજ
સંત વૈકુંઠ પતિને અતિ પ્યારા,સંત બ્રહ્માનંદ રસ પીનારા
એવા સંત નથી હરીથી ન્યારા...ધન્ય આજ
સંત ભેટેતો ભવ દુઃખ દુર ટરે, પરમાર્થ પણે પરીબ્રહ્મ મળે
એનુ લખ ચોંરાશીનુ ગમન ટળે...ધન્ય આજ
કહે પ્રિતમ પૂર્વના પૂણ્ય ફળ્યા, જેને આંગણે હરીજન આવી મળ્યા
તેને ઉર આનંદના ઓઘ વળ્યા...ધન્ય આજ
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...