આપને ઘણીવાર એવું થાય છે કે તમે ATM પર પૈસા ઉપાડવા ગયા હોઈએ પરંતુ પૈસા નીકાળતા નથી તો પણ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. આ માટે તમારે બેંકની હેલ્પલાઇન પર સતત ફોન કરવો પડે છે અને બેંકોનાં ચક્કર પણ લગાવવા પડે છે.
RBIની ગાઇડલાઇન પ્રમાણે આવું થાય તો ફરિયાદ થયાનાં 7 દિવસોની અંદર ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા પરત થઇ જવા જોઇએ. જો બેંક આવું ન કરે તો તેને ગ્રાહકને તેનું વળતર આપવું પડશે.
ફરિયાદ થયાનાં 7 દિવસોની અંદર બેંક ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા ન જમા થાય તો બેંકે દરરોજ 100 રૂપિયા વળતર તરીકે ગ્રાહકને આપવાનાં રહેશે.
પૈસા ન નીકળ્યા ની ઘટના થાય તો ગ્રાહકે તરત બેંક બ્રાંચમાં સંપર્ક કરીને ફરિયાદ કરવી જોઇએ. જો બેંક 30 દિવસની અંદર પણ આ ફરિયાદનું સમાધાન ન કરે તો તમે સીધા બેકિંગ લોકપાલને આની ફરિયાદ કરી શકે છે.
તમને ટ્રાન્જેક્શનની સ્લીપ કે એકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે પોતાની ફરિયાદ નોંધાવવાની રહેશે. 7 દિવસની અંદર પૈસા પરત ન આવે તો તમારે એનેક્શર 5 ફોર્મ ભરવાનું રહેશે. જે દિવસે તમે આ ફોર્મ ભરશો તે જ દિવસથી આપની પેનલ્ટી ચાલુ થઇ જશે.
No comments:
Post a Comment
Your Comments Here...