મોદી સરકારનો મોટો નિર્ણય : UPSC પરીક્ષા પાસ કર્યા વગર બની શકો છો, IAS અધિકારી. - My Blog

Breaking

Ads by Google Adsense

June 16, 2019

મોદી સરકારનો મોટો નિર્ણય : UPSC પરીક્ષા પાસ કર્યા વગર બની શકો છો, IAS અધિકારી.

કેન્દ્રની મોદી સરકારે વહીવટી વ્યવસ્થામાં એન્ટ્રીને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. સરકારે આ ફેરફાર હેઠળ હવે નોકરીમાં પ્રવેશ માટે સંઘ લોક સેવા આયોગ એટલે UPSC પરીક્ષા પાસ કરવી જરૂરી નહિ રહે. કેન્દ્ર સરકારે લેખિત આદેશ દ્વારા આ યોજનાને નવું રૂપ આપ્યું છે. તેની હેઠળ હવે પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરવા વાળા સીનીયર અધિકારીઓ પણ નોકરીનો ભાગ બની શકે છે.

મોદી સરકારની લેખિત જાહેરાત હેઠળ ૧૦ જોઈન્ટ સેક્રેટરીની જગ્યા માટે ‘ટેલેન્ટેડ અને મોટીવેટેડ’ ભારતીયોની શોધ છે. સરકારે એ જગ્યા ઉપર નિયુક્તિ માટે ડીપાર્ટમેંટ ઓફ પર્સનલ એંડ ટ્રેનીંગ (DOPT) માટે વિસ્તૃત માહિતી સાથે જાહેરાત બહાર પાડી છે. DOPT ની સુચના હેઠળ મહેસુલ, નાણાકીય સેવા, આર્થિક બાબત, ખેતી, ખેડૂત કલ્યાણ, રોડ પરિવહન અને હાઈવે, મત્સ્ય, પર્યાવરણ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી માટે અરજી મંગાવવામાં આવી છે.

કેટલી હોવી જોઈએ લાયકાત?

વિશેષતા ઉપરાંત આ જગ્યા ઉપર અરજી માટે ઓછામાં ઓછી ઉંમર ૪૦ વર્ષ હોવી જોઈએ, જો કે વધુ ઉંમરની કોઈ મર્યાદા નથી. ઉંમરની ગણતરી ૧ જુલાઈ ૨૦૧૮ ના આધારે કરવામાં આવશે. અરજદાર કોઈ માન્ય યુનીવર્સીટી કે ઇન્સ્ટીટયુશન માંથી ગ્રેજ્યુએટ થયેલા પણ હોવા જોઈએ. સામાન્ય ગ્રેજ્યુએટ અને કોઈ સરકારી કે પબ્લિક સેન્ટર યુનિક કે યુનીવર્સીટી ઉપરાંત કોઈ પ્રાઇવેટ કંપનીમાં ૧૫ વર્ષ કામનો અનુભવ ધરાવતા હોય, તે પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે.

કેવી રીતે થશે ભરતી?

જોઈન્ટ સેક્રેટરીની જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા નથી. સોર્ટલીસ્ટેડ અરજદારોનું બસ ઈન્ટરવ્યું લેવાશે. કેબીનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનવા વાળી કમિટી તમામ અરજદારોના ઈન્ટરવ્યું લેશે. જોઈન્ટ સેક્રેટરીની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ જુલાઈ સાંજે ૫ વાગ્યા સુધી છે.

કેટલા વર્ષનો રહેશે કાર્યનો સમયગાળો?

સુચના મુજબ, તમામ જોઈન્ટ સેક્રેટરીનો કામગીરીનો સમયગાળો ૩ વર્ષનો રહેશે, જો સારી કામગીરી હશે, તો પાંચ વર્ષ માટે તેમની નિયુક્તિ કરવામાં આવી શકે છે.

કેટલો રહેશે પગાર?

તેનો પગાર કેન્દ્ર સરકારના અંતર્ગત જોઈન્ટ સેક્રેટરી લેવલનો રહેશે. તેને ૧ લાખ ૪૪ હજાર ૨૦૦ રૂપિયાથી લઈને ૨ લાખ ૧૮ હજાર ૨૦૦ રૂપિયાની રેંજ સુધી પગાર મળી શકે છે. તેની સાથે જ તેને સર્વિસ નિયમાનુસાર કામ કરવાનું રહેશે અને બીજી સુવિધાઓ પણ તે મુજબ મળશે.

શું કહે છે પીએમઓ?

પીએમઓમાં રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે, તેમાંથી ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી ઉત્તમને પસંદ કરવાની તક મળશે, આ ફેરફાર પાછળ સરકારનો હેતુ એ છે કે, દરેક ભારતીય નાગરિકને પોતાની પ્રતિભા અને ક્ષમતાના હિસાબે વિકાસ સુનિશ્ચિત કરવા માટે તક મળે.

No comments:

Post a Comment

Your Comments Here...