ભજન - હે કોઈ સુરતા સુઘડમાં સમેટે, - My Blog

Breaking

June 4, 2019

ભજન - હે કોઈ સુરતા સુઘડમાં સમેટે,

હે કોઈ સુરતા સુઘડમાં સમેટે,
હૈ એનાં ઘટમાં સાહેબ ભેટે.(૨)

તીરથ વ્રતમાં બહું ફરે છે,
ને બદ્રી બેટે રે ભાઈ,(૨)
બહાર વાસનાં બહું ફેલાવે,
નજર ના રાખે નેઠે;...
એનાં ઘટમાં સાહેબ...

પડ્યું છે ત્યાં ગોતે નહી ને,
ગોતે છેટે છેટે રે ભાઈ(૨),
વેરીથી જેમ ફરે વિરોધે,
જોઈને ઘાલે હેઠે;...
એનાં ઘટમાં સાહેબ...

આદમ તો અંતરમાં રહે છે
ભજન કરો તો ભેટે રે ભાઈ,(૨)
દલ દરીયામાં દિયો ડૂબકી,
શીદ ફરો છો છેટે;...
એનાં ઘટમાં સાહેબ...

દાસ સવાને ગુરુ ફુલગરજી મળીયાં
રહે છે નાદ બુંદ ને નેઠે રે ભાઈ,
વર પરણી ને ઘેરે આવીયો
સૂરતા શબદ ને ભેટે;...
એનાં ઘટ માં સાહેબ...

No comments:

Post a Comment

Your Comments Here...