પીઠા ભગતની વાણી
🎋🎋🎋🎋🎋
રવિ સાહેબને કિયારે બંગલા
ત્રિકમ સાહેબને કિયારે બંગલા
ખૂબ બન્યા હો અજબ બન્યા
ભક્તિના એંધાણ જેને
વચને ઓળખી લીધા રે (૨)
ઇ રે વચનની ક્રિયા રાખો તો
પાર પહોંચી ગિયા રે
બંગલા...
આ બંગલે કુ આડા તાળા
કૂંચી કિનકુ દિયા રે (૨)
નિશા પકડી જેણે સતનામની
કપાટ ઉઘાડી દીધા રે
બંગલા...
આરે બંગલામે આવન જાવન
બંગલા બદલી ગિયા રે (૨)
મરે પણ એનું નામ ન જાવે
જેણે અજર અમર પિયાલા પિયા રે
બંગલા...
બાપુ બાળક સાહેબ હતા બહુ જ્ઞાની
જેણે નિરભે નામ દિયા રે (૨)
પીઠો ભગત તો સત વિશ્વાસીવ
ગુરુજી ના ચરણું માં રિયા રે
બંગલા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment
Your Comments Here...