કટારી - ભજનવાણી - My Blog

Breaking

Ads by Google Adsense

February 18, 2021

કટારી - ભજનવાણી

બાયું મારા રૂદિયામાં લાગી રે, મેરમ ની ચોધારી લાગી ગઈ કાળજે કટારી

મારી કટારી મૂળદાસ કહે, જુગતે કરી ને જોઈ;
રૂદિયા કમળમાં રમી ગઈ, મારા કાળજા કાપ્યા જોને કોઈ;
કાળજા કાપી ને કરૂણા કીધી, હે કીધી છે મુજ પર મહેર;
જોખો મટાડી દીધો જમડા તણો, મને થઇ છે આનંદની લીલા લહેર

પહેલી કટારી એ પરિક્ષા કરી, ને બીજી નાં માર્યા બાણ;
ત્રીજી રમી ત્રણ ભુવનમાં, અને ચોથીએ વિંધ્યા મારા પ્રાણ;
પ્રાણ વિંધાણા ને પ્રીત બંધાણી, દેખાડી દીધો દશમો દ્વાર;
કુંચી એ કૃષ્ણજી ને વિનવું, મારી સુરતા માં લેજો આવીને સંભાળ

આ કટારી કોઈનાં કહ્યામાં નહીં, ને નહીં અણી નહીં ધાર;
ઘાયલ કરી ગઈ મારું પાંજરું, ઈ તો ગઈ છે આરંપાર;
પોકારી ને કહું છું પ્રાણિયા, નુગરા સે મ કરજો પ્યાર;
બેડી મ દેજો બૂડવા, મારી બેડલી ઉતારજો ભવ પાર

કુળદ્વારો છોડ્યો શામળા, મેં છોડી છે કુળ ની લાજ;
વિસામા વહેલા આવજો, મારી આતમનાં તમે આધાર;
વારી વારી શું કહું વિઠ્ઠલા, અમારા અવગુણ ન ધરજો એક;
શામળા તમે તરત સિધાવજો, મારી એક તરણા ભારોભાર રાખો લાજ

સાચા સદગુરુ સેવિયે, જુગતે જાદવ વીર;
મન પથ્થર હતાં એને પાણી કર્યા ,કરી દીધાં નિર્ભેળા જોને નીર;
પાય લાગું પરિબ્રહ્મને, જેણે સાચું બતાવ્યું નામ
હે રામદાસ વચને "મૂળદાસ" બોલ્યા ગુરુજી ઠીક રે બતાવ્યું તરવાનું ઠામ

          ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

No comments:

Post a Comment

Your Comments Here...