*ગંગાસતી ની વાણી...૪૬*
*કુપાત્ર ની આગળ*
🥀🥀🥀🥀🥀🥀🥀
કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને,સમજીને રહીએ ચૂપ રે
મરને આવીને ધનનો ઢગલો કરે ને,ભલે હોય મોટો ભૂપ રે
કુપાત્ર...
ભાઈ રે !
ભજની પુરુષે બેપરવા રહેવું ને,રાખવી નહિ કોઈની પરવાહ રે
મોટાની આગળ નવ ઉચ્ચારવું ને,બાંધવો સુરતાનો એક તાર
કુપાત્ર...
ભાઈ રે !
ઉપદેશ દેવો તો પરથમ ભક્તિ દેખાડવી ને,ગાળી દેવો તેનો મોહ રે
દયા કરવી તેની ઉપરને,રાખવો ઘણો કરીને સોહ રે
કુપાત્ર...
ભાઈ રે !
સંશય ટળે ને મનડું ગળે ને,રાખે નહિ કોઈ પર દ્વેષ રે
ગંગાસતી એમ બોલિયાં રે,એવાને દેખાડવો હરીનો દેશ રે
કુપાત્ર...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment
Your Comments Here...