*સહદેવજોષી ના આગમ*
🌸🌸🌸🌸🌸🌸🌸
કહે સહદેવ અમે નહિ રહીએ પાંડવો
ઐસા કળજુગ આયેગા
જે ઠેકાણે મારો હનશો રાજા બેસતા
બગલા આશન વાળેગા
વાણિયા બ્રાહ્મણ વાટુ લૂંટશે,ઓલા બાવા દુકાન માંડેગા
દીકરીને પૈસે પિતા પરણશે,નાર નવેલી લાવેગા
સકળ નારી લાજ મુકશે,વૈશ્યા ઘંઘટ તણેગી
પરણ્યા પુરુષની પ્રીતને છોડી,પર પુરુષને મહાલેગી
શાળો આવે ઘર આનંદ થાવે,ભાઈ આવે ઘર વેરીલા
શાળી આવે તેને હાડલો આપે,બેની રોતી જાવેગા
પાંચ પાંડવ ભૂમિ તજીને,હેમાળે હાડ ગાળેગા
સહદેવ જોશીએ આગમ ભાખ્યાં,જીવેગા નર જોવેગા
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment
Your Comments Here...