ભાઈ તું ભજી લેને કિરતાર... - ભજન વાણી - My Blog

Breaking

Ads by Google Adsense

September 1, 2021

ભાઈ તું ભજી લેને કિરતાર... - ભજન વાણી

👏🏻સત્તારશા બાપુ ની વાણી👏🏻

મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મળે નહીં વારંવાર,
ભાઈ તું ભજી લેને કિરતાર...


જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર,
રાજા ગોપીચંદ અને ભરથરી, છોડી ગયા ઘરબાર... ૧


કામ ક્રોધ મદ લોભ મોહમાં, જ્ઞાને જુઓ નથી સાર,
આ અવસર જો ચૂકી ગયા તો, ખાશો જમના માર... ૨


લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર,
સાચું કહું છું છતાં જૂઠું માને તો, મુવા કુટુંબને સંભાર... ૩


સદ્ ચલણ સદ્‍ગુરુની સેવા, સજ્જનનો શણગાર,
દાસ સતાર કહે કર જોડી, હરિ ભજી ઊતરો પાર... ૪

🪔સંધ્યા આરતીનાં સર્વે સંતો મહંતો અને મહાપુરુષો જ્ઞાનીજનો માતાઓ બહેનો ને દાસ ના કોટી કોટી પ્રણામ 🙏🙏🙏🧎🏽‍♂️🧎🏽‍♂️🧎🏽‍♂️🙏🙏🙏
🍒 સતગુરુ દેવ કી જય પ્રભુ 🍒
🪴 જય અલખધણી કી પ્રભુ 🪴
👏🏼👏🏼👏🏼❤️❤️❤️👏🏼👏🏼👏🏼

No comments:

Post a Comment

Your Comments Here...