ભજન - હાલો મારા હરિજનની હાટડીએ... - My Blog

Breaking

September 18, 2021

ભજન - હાલો મારા હરિજનની હાટડીએ...

વૈરાગ્ય તો લાગ્યો રે ગુરુની વાતડીએ હાલો મારા હરિજનની હાટડીએ

હીરલાની વણજું તમે કરો ને વેપારી રે ખોટ નહીં આવે તારે ગાંઠડીએ

હાલો મારા હરિજનની હાટડીએ...

પ્રેમના પાલવડા તમે પે’રો ને સોહાગણ ભાત પડી જાય બીજી ભાતડીએ

હાલો મારા હરિજનની હાટડીએ...

નાથજીને મેં તો મારા નેણેથી નીરખિયા અનુભવ કીધો મારી આંખડીએ

હાલો મારા હરિજનની હાટડીએ...

દાસ રે હોથીને ગુરુ મોરાર મળિયા તાળી લાગી ગુરુ તમ વાતડીએ

વૈરાગ્ય તો લાગ્યો રે ગુરુની વાતડીએ હાલો મારા હરિજનની હાટડીએ

No comments:

Post a Comment

Your Comments Here...