ભજન - તમે સદા હરિના સંત એવી રૂડી રીત પાળો રે - My Blog

Breaking

October 9, 2021

ભજન - તમે સદા હરિના સંત એવી રૂડી રીત પાળો રે

તમે સદા હરિના સંત એવી રૂડી રીત પાળો રે. સાધુ ! એવી રૂડી રીત પાળો રે.

સાચું બોલો હક્કે હાલો રૂડી પાળો રીત, આપ સ્વારથ ઇચ્છા નહીં જેને પરમારથ પ્રીત.

એવી રૂડી રીત પાળો રે...

સેવા સુમરણ ભાવ ઘણેરો પ્રેમ તણો,તન મન ધન જેણે અર્પણ કીધાં થઈ બેઠાનિજદાસ.

એવી રૂડી રીત પાળો રે...

વાચ કાછ તમે વશ કરી રાખો મનવૃત્તિ એક દોર, આંખડયુંમાં અમીરસ વરસે શીલવંતા સાડી સોળ.

એવી રૂડી રીત પાળો રે...

સત ધરમમાં સુરતા રાખો ભજનમાં ભરપૂર, માન વડાઈ મોટપ મેલો ગહિ બેઠા નિજ મૂળ.

એવી રૂડી રીત પાળો રે...

આઠ પહોર રટના કરો ત્રિકમજી એકતાર, મહારાજ એનો મુજરો માનો હરિજન ઊતરે પાર.

એવી રૂડી રીત પાળો રે...

દર્શન કરતાં દોષ નાસે કાટે કોટિ કરમ, મોરાર કહે સંત મેલાવો પોતે છે પરિબ્રહ્મ.

તમે સદા હરિના સંત એવી રૂડી રીત પાળો રે. સાધુ ! એવી રૂડી રીત પાળો રે.

જય ગુરુદેવ 🙏

No comments:

Post a Comment

Your Comments Here...