ભજન - જેણે સેવ્યા સાચા સંત રે - My Blog

Breaking

December 29, 2021

ભજન - જેણે સેવ્યા સાચા સંત રે


જેણે સેવ્યા સાચા સંત રે,જેણે સેવ્યા હરિગુરુ સંત રે
અડગ મન કોઈ દિ ડગે નહિ

પ્રેમી નો પલટીયે, અંતર દુઃખ ઉપજે,વિચારી જોને
સતગુરુ લાજે રે,કુળમાં થાય ક્લેશ રે...

શ્રીબાઈ ના શબ્દને પરહલાદજી એ પાળીયો, રે વિચારી જોને
પુત્રને પિતાએ હોમ્યાતા,હોળી માંય રે....

સતને છોડાવવા વિશ્વામિત્રે વેચાવીયા રસ,વિચારી જોને
દુઃખે નથી ડગીયા,હરિસચંદ્ર રાય રે...

સુભદ્રાને છળવા મુનિ મંદિર આવિયા રે,વિચારી જોને
નારદ તયાંથી નાઠા, જેના મુખ પર ન રહ્યું નૂર રે...

વચન તો ન માન્યું જ્યારે સતગુરુ સંતનું રે,વિચારી જોને
વામન સ્વરૂપે જે દિ જાગ્યા બળીરાય રે...

મીરાંબાઈના દુઃખને જોવા મળી'તી મેદની રે,વિચારી જોને
વચનું ના બાણે જેના વિંધાણા શરીર રે...

સત ને અસતમાં જુગતે નર જાગીયા રે વિચારી જોને
ભરમાવ્યા કેમ ભૂલે,મરને કરોડ કરે ઉપાય રે...

દાસ સવો કહે દુરીજન આવ્યા દુભવા રે,વિચારી જોને
સતગુરુ ચરણે જઈને સોંપ્યા શિષ રે...

અડગ મન કોઈ દિ ડગે નહિ...

No comments:

Post a Comment

Your Comments Here...