ભજન - કળા અપરંપાર! એમાં પો'ચે નહીં વિચાર - My Blog

Breaking

December 22, 2021

ભજન - કળા અપરંપાર! એમાં પો'ચે નહીં વિચાર

કળા અપરંપાર! એમાં પો'ચે નહીં વિચાર,
એવી તારી કળા અપરંપાર જી...ટેક.
હરિવર ! તું કયે હથોડે આવા, ઘાટ છો ઘડનાર જી,
બાળકને તો માત-પિતાની, આવે ક્યાંથી અણસાર...એવી
અણુંમાં આખો વડ સંકેલ્યો, એના મુખ ઊંધા મોરારજી
કીડીના આંતર કેમ ઘડીયાં, સૃષ્ટિના સર્જનહાર...એવી
જન્મ આગળ દૂઘ જુગતે, તેં કીધાં તૈયાર જી..
મોરના ઈંડા માં રંગ મોહન, કેમ ભર્યા કિરતાર?...એવી
કોણ કલ્પે કોણ બોલે, હા ને ના કહેનાર જી ,
પરસેવાની લીખ પંડની, તાગે ન તારણહાર...એવી
અણું-અણુંમાં ઈશ્વર! તારો, ભાસે છે ભણકાર જી,
કાગ કહે કઠણાઈ તો યે, આવે નહીં ઈતબાર...એવી

જય ગુરૂદેવ 🙏

No comments:

Post a Comment

Your Comments Here...