ભજન - મન રૂપી મૃગલાને મારો મામદ કહે - My Blog

Breaking

September 6, 2023

ભજન - મન રૂપી મૃગલાને મારો મામદ કહે

મન રૂપી મૃગલાને મારો, મામદ ક્યે છે
મન રૂપી મૃગલાને મારો...ટેક

ક્ષત્રિય કહે અમે શિકાર કરીયે, અનાદી નો ધરમ અમારો
જીવ મારી જીવ જીવળો, એમા શુ તોલ તમારો રે...મામદ

શિકાર કરોતો કાયાવાડીમાં, છૂટો ફરે છે શીકારો
હાથ લાગેતો હલાલ કરજો, નકી ઉગરવાનો આરો...મામદ

એક એક મૃગલી પાંચ મળીને, હરણ પચીસ ને નીહાળો રે
પુરવ નુ દળ પડયું ખેતરમાં, આવો અવસરીયો ભેરાયો...મામદ

તત્ત્વ તણો કરો તમંચો, દયાના ગોળી ને દાર
બ્રહ્મ અગ્નિનો કરો ભડાકો, ઘાયલ થાય ચરનારો...મામદ

ઘાયલ મૃગને ભેગા કરીને, તમે તૈયાર કરો તલવારો;
હક્ક પૂગે ત્યાં હલાલ કરજો, નથી ઉગરવાનો આરો...મામદ
 
મામદને ગુરુ અસરફ મળ્યા, સાનમા સરજનહારો
સદગુરૂ એ સાન બતાવી, ગોતી લીધો સે કીનારો...મામદ

No comments:

Post a Comment

Your Comments Here...