સત્યજ્ઞાન સમજ - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

સત્યજ્ઞાન સમજ


ગુરુ ગોવિંદ દોનો ખડે,
કિસકો લાગુ પાય,
બલિહારી ગોરા દેવની,
જેણે ગોવિંદ દિયો બતાઈ.
ભાવાર્થ:- ✍️અહીંયા શિષ્ય તેમના ગુરુને ગોવિંદથી અધિક માને છે. એનું કારણ એ છે. કે જે ગોવિંદ એટલે નિરાકાર નિર્ગુણ નુ સાકાર સ્વરૂપ. જ્યારે સુધી ઈશ્વર નિરાકાર છે ત્યાર સુધી એને આ આખે જોય શકતો નથી કારણ આ આખોથી સ્થૂળ જગત જોવાય ટુંકમાં દેહ થી આંખ જે કુદરતી બક્ષિસ મળેલી છે તેનાથી ફક્ત રંગ અને રૂપ જોયશકાય અને પરમાત્મા તો રંગ રૂપથી ન્યારો છે જેમ જીવણ બાપા પણ કેયછે
"કોઈ રૂપ રંગ થી ન્યારા,ઉસમેં ક્યાં જાણે સંસારા"તો રૂપ રંગ થી ઈશ્વર ન્યારો છે તો આને તો આ પ્રાકૃતિક આખો જોય શક્તિ નથી એને જોવા માટે આજ આંખને ઈશ્વર જોવા લાયક બનાવવી પડે છે અને ઘણા અભ્યાસ અને ગુરુકૃપા થાય તો આને આજ આંખ સર્વે તેજ છે તેજ છે એને જોય અનુભવ કરે છે. અહીં પણ જીવણ બાપા ની એક વાણી નો આધાર થી કહી શકાય.
"સ્થાવર જંગમ જળ સ્થળ સર્વે ભરેલો,
ઘટમાં ચંદા અને સૂર્ય,
ઘટોઘટ મા રામ(ઈશ્વર)બિરાજે,
દિલ હિણ થી દૂર."
તો અહીં જીવણ બાપા સર્વેમાં તેને ભાળે છે. એવું સત્ય છે પણ એને ગુરુ કૃપા અને અભ્યાસ દ્વારા સર્વેના ઘટમા આતમો એકજ છે એવું નક્કી પણું લાવવું અને ગુરુ વચન સત્ય છે. નોયહોય નહીં પણ સત્ય કેમ જેમ દૂધ અને પાણી નોખું કરી બતાવે તેન સત્યછે.
તો ગુરુનું સ્થાન ગોવિંદથી અધિક કારણ આ સાખી પાછળ એક સંત અને એમનો ભક્ત તેની પુરી માહિતી તો નથી પણ જે ઘટના બની અને આ સાખી લખાણી એ બહુજ પ્રેરણા દાયક અને ગુરુપ્રત્યે સત્યનિષ્ઠા નું પ્રતીક છે અને આજેય આ સાખી ગવાય છે.
ઘટના:-✍️એકવખત એક રબારી ભક્ત એમના પશુધન ને ચરાવવતા હતા અને એમને સીમમાં એક સંત ધ્યાન મા આસન લગાવી બેઠા હતા અને એ સંતને જોય એમણે બકરું દોયને એક તાહળી ભરી દૂધ એમની પાસે ધરી દીધું અને આવું તેવો રોજ કરવા મંડ્યા અને એક વખત સંતે તેમને પૂછ્યું ભાય આ તમે રોજ દૂધ કેમ આપો છો. તો ભરવાડ ભગત બોલ્યા કે જો સવાલ તમે મને કર્યો છે તો મને તમે ભગવાનના દર્શન કરવો. આવો સવાલ કર્યો સંત બોલ્યા ભાય સમય આવશે તયારે બતાવીશ અને ભરવાડ ભક્તને ધરપત અને ભગવાન જોવાની લાલસા જાગી પછી રોજ પુસે મહાત્મા મને ભગવાન બતાવો અને આવું લગભગ ૬ મહિના હાલ્યું અને એક વખત સંત ઊંડા વિચારો મા હશે અને આ ભક્તે પાસુ પુસ્યુ કે ભગવાન બતાવો અને મહાત્મા થોડા ગુસ્સા મા હોય એવા હતા અને આમતો સંતોને ગુસ્સો ચડતો નથી પણ કોઈ વખત સંતનો ગુસ્સો પણ ઈશ્વર દર્શન કરવી આપે છે. તો સંત જવાબમા બોલ્યા કે ભગવાન ભગવાન મંડી પડયોસ જા ઓલા કુવામાં ખાબક અંદર ભગવાન છે. અને ભરવાડ ભક્ત ફક્ત એટલુંજ બોલ્યા હે ગુરુદેવ કુવામાં ભગવાન છે એટલું કહેવામાં ૬ મહિના લગાડી દીધા. બસ આટલું બોલી ભક્ત એજ પળમાં ત્યાંથી દોડીને પાધર્યા કુવામાં પડ્યા અને કુવામાં પડતા ત્યાં ભગવાન ને રૂપ ધરીને જેમ પ્રહલાદને તેડી લીધો હતો જ્યારે એના એને ઉચ્ચા ડુંગર પરથી ફેંકી દીધો હતો. એમ અહીંયા ભરવાડ ભક્તને પણ એજ રીતે ભગવાને તેડી લીધા છે. પછી ભક્ત અને ભરવાડ વચ્ચે નો સૌવાદ.
ભક્ત:- ✍️આપ કોણચો?
ભગવાન:- ✍️આપ જેને જોવા માંગો છો એજ હું છુ છત્રભુજ.
ભક્ત:-✍️આપ અને ભગવાન નો હોય આપ જેવો વેશ તો અમારા ગામમાં ભવાયા પણ પેરે છે. અને અસલ આપ જેવાજ લગે છે. હું નો માનુ.
ભગવાન:-✍️હું સ્વયમ ત્રિલોકપતિ છુ.
ભક્ત :-✍️જો તમે ત્રિલોકપતિ હોવ તો હમણાં ફેંસલોઃ થશે તમે અહીં ઉભા રહો ભાગી નહીં જતા હુ મારા ગુરૂવર ને બોલાવી લાવું અને એ કેય તોજ હુ માનુ કે તમે ભગવાન છો. અને ભગવાન ભાગી નો જાય એટલે એમણે ભગવાનને એમને પાસે જે રૂમાલ હતો તેનેવડે કુવામાં ભગવાનને બાંધી દીધા અને ગુરુદેવ ને બોલાવવા કુવામાંથી બારા આવ્યા.
ભગવાન:-✍️ ભગત જલ્દી આવજો.
ભક્ત:-✍️એટલી વારમાં ભક્ત ગુરુદેવ પાસે પોહચીને કીધું કે ગુરુદેવ હુ કુવામાં પડ્યો અને ત્યાં કોઈ છે આપણા ભવાયા જેવા વેશ પહેરીને એને મારો કેચ કરીને મને પકડી લીધો.
ગુરુદેવ:-✍️એલા હું બોલ્યો અને મનમાં વિચારવા મંડ્યા કે મારો ભોળો ભક્ત છે કદાચ એને વારે છત્રભુજ આવ્યા હોય એમ કહી ગુરુદેવ અને ભક્ત કુવા પાસે પહોંચે છે તો ગુરુદેવ અંદર ભગવાનને બાંધેલા ભળીને ચકિત થઇજાય છે અને ભક્ત ને સામે કર જોડી બોલે છે કે મને પણ તારા કારણે પરમેશ્વર નો દીદાર થયો તો ભક્ત બોલ્યા કે શુ આ ભગવાન છે. ગુરુદેવ બોલ્યા હા એમને પ્રણામ કરો એજ વિશ્વંભર છે. તો ભક્ત બોલ્યા નહીં હો ગુરુદેવ એમને હું પહેલા નો વંદન કરું પહેલા તો તમેજ મારા વંદનીય છો. તમારા માર્ગદર્શન થી મને ઈશ્વર દર્શન થાય માટે હવે.
ગુરુ ગોવિંદ દોનો ખડે,
કિસકો લાગુ પાય,
બલિહારી ગોરા દેવની,
જેણે ગોવિંદ દિયો બતાઈ.
તો ગુરુવચન જે શિરે ધરે અને એના કીધે જો કુવામાં ભરોસો રાખી વિશ્વાસ રાખી પડે તોય ગુરુ અને શિષ્ય ની લાજ રાખવા ભગવાન બંનેને બચાવી લે છે જો શિષ્ય નુ મુત્યુ થાય તો ગુરુ જવાબદાર, ગુરૂને લાંછન લાગે તો ઈશ્વર જવાબદાર તો આમાં આ હરિ ગુરુ સંત ત્રનેવ એકજ છે. અને કોઈ કોઈની લાજ જવા દેતું નથી અને સદા ઇશ્વર એમને સંત અને ગુરુદેવ ની વારે આવેછે આવેછે.
પ્રણામ સ્વીકારજો
જય જીવણ બાપા
જય સંત ભક્તોની

No comments:

Post a Comment

Your Comments Here...